ગર્ભપાત - 9

  • 296
  • 132

ગર્ભપાત - ૯    " પ્રતાપ તને કંઈ ખબર છે?? ડો. ધવલ દવેનું પોતાના દવાખાનાની અંદર કમકમાટીભર્યું મોત થયું છે. " શંકરે સવારે ફેક્ટરી પર આવતાં જ આ સમાચાર પ્રતાપસિંહને સંભળાવ્યા.    " શું વાત કરે છે તું! ડો. ધવલનું મોત પણ કેવી રીતે?? આમ અચાનક એને શું થયું?? " એકસાથે ઘણાં બધા સવાલો કરતા પ્રતાપસિંહના ચહેરા પર દુઃખ અને આશ્ચર્યના ભાવો હતા.    " એ વિશે કંઈ જાણકારી નથી પણ આપણો મિત્ર હોવાના નાતે પોલીસ જરૂર પૂછપરછ કરવા આવશે " શંકર હજુ આમ બોલી રહ્યો ત્યાં સુધીમાં તો પોલીસની જીપ ફેક્ટરીમાં પ્રવેશી ચૂકી હતી.   " આવો ઈન્સ્પેકટર સાહેબ! અમારી ફેક્ટરીમાં તમારું