આશાનું અજવાળું

આશાનું અજવાળુંચાર વૃદ્ધ માતાજીઓ એક ગામના ઝાડ નીચે બેઠી હતી. તેમની વચ્ચે એક જ ચર્ચા ચાલતી હતી: "અમારામાં સૌથી બળવાન કોણ?" દરેક પોતાને મોટી ગણાવતી હતી, અને દલીલોનો અંત ન આવતો. ઘણી ચર્ચા પછી, જ્યારે તેઓ થાકી ગયાં, ત્યારે નક્કી થયું કે ગામમાં નવી આવેલી હોશિયાર દક્ષા વહુ પાસે જઈને ન્યાય માંગીએ. કહેવાય છે ને, "સત્યની સામે સૌ કોઈ નમે છે." તેઓ દક્ષા વહુના ઘરે પહોંચ્યાં. "દક્ષા વહુ, અમારો નિર્ણય કરી દે, અમારામાં સૌથી શક્તિશાળી કોણ?" ચારેવ વૃદ્ધા એ  એકસૂરમાં પૂછ્યું. દક્ષા વહુએ શાંતિથી સ્મિત કરીને કહ્યું, "માતાજીઓ, પહેલા તમે તમારો પરિચય આપો, પછી હું નિર્ણય કરીશ." પહેલી માતાજી આગળ