સમાજની સચ્ચાઈ

  • 274
  • 106

સમાજની સચ્ચાઈ એક નાનકડી સોસાયટીમાં રહેતાં રામલાલ અને લતાબહેનનું ઘર હંમેશા શાંતિનું સરનામું હતું. બંને વૃદ્ધ દંપતી, સંતાન વગર, એકબીજાની સાથે જીવનની સાંજ વિતાવતાં હતાં. રામલાલનું હૃદય મોટું હતું, પણ ઉંમરની સાથે તેમની ચિંતા પણ વધતી હતી – સમાજના સંબંધોની સચ્ચાઈ શું છે? લોકો ખરેખર કેટલા જીવંત છે એકબીજા પ્રત્યે? એક દિવસ, બપોરે લગભગ ત્રણ વાગ્યે, સોસાયટીના વૉટ્સએપ ગ્રૂપમાં એક અજીબ સંદેશ આવ્યો: સખેદ જણાવવાનું કે શ્રી રામલાલ શાંતિલાલ દત્ત આજે અવસાન પામ્યા છે. સદ્ગતની સ્મશાનયાત્રાનો સમય હજી નક્કી થયો નથી, પરંતુ શક્ય હોય તો સાંજે ૭:૩૦ વાગે એમના ઘરે આવવું. લતાબહેનને હૃદયરોગની બીમારી હોવાથી તેમને હજી જાણ કરવામાં આવી