વ્હાલી વાલમ,આપણો પ્રેમ તો દિવસે ને દિવસે ગાઢ બનતો જ ગયો, પણ આ પત્ર લખવાનું કારણ કે આ જ હું આપણી નિશાળે ગયો હતો. તને ખબર વાલી આજ પણ ધોરણ 10 ની છેલ્લી પાટલી ઉપર તારા અને મારા કોતરેલા નામ વચારે દિલનો એક્કો એમનેમ છે, એના ઉપર સ્પર્શ કરતા ની સાથે જ જૂની યાદોનો ખજાનો મારા હૈયાની અંદર હિલોળે ચડ્યો....મારું તો વર્ગમાં ભણવાથી વધારે તારા ઉપર જ ધ્યાન રહેતું, મારી રાત પણ એ રાહમાં વીતતી કે ક્યારે સવારે 7:00 વાગ્યાનો ટંકોરો વાગે અને તને નિહાળવાનો અવસર મળે. કોઈ છોકરી શ્રીંગાર કરે ત્યારે તો બધા મોહાઈ જાય પણ તું તો વગર શ્રીંગારે