પણ મમ્મીએ કહ્યું કે એ તો થઈ જશે. કરવી તો પડશે. પછી હું કંઈ વધારે બોલી નહીં. લગભગ ત્રણ દિવસ થાય બધી પાપડી કરતાં. લગભગ સવારે ચાર વાગ્યાથી શરૂ કરીએ બપોરે બે તો વાગી જ જાય. અને સાથે ઘરના કામ તો ખરા જ. બેન તો પાપડી વણીને સૂઈ જાય. પણ પછી બાકીનું બધું કામ મારે કરવું પડતું. મમ્મી ઘરના બીજા કામ કરતાં. પણ પાપડી લેવાનું ભરવાનું બધું સાફ સફાઈ કરવાનું મારે કરવું પડતું. દિકરો નાનો, ભાણિયો નાનો. એ બંનેને ખવડાવવાના સૂવાડવાના, સાચવવાના બધું જ મારે જોવું પડતું. બેન એમના દિકરાને જ નહીં સાચવતા તો આપણા દિકરાને તો સાચવવાના જ ક્યાંથી.