કુંવારી નદીઓ ગુજરાતમાં લગભગ 180 કરતાં વધુ નોંધપાત્ર નદીઓ વહે છે, જેમાંની દરેક બારમાસી નથી. જળજથ્થાની દૃષ્ટિએ તળગુજરાતનો વિસ્તાર સમૃદ્ધ છે, એટલે જ ફળદ્રુપ મેદાનો પણ વધારે છે. આ વિસ્તારમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી અને દમણગંગા સહિત અઢારેક નદીઓ મુખ્ય છે. નર્મદા નદી ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ માટે જીવાદોરી સમાન છે, તે ગુજરાતમાં બહુ ટૂંકી વહે છે અને અરબ સાગરમાં ભળી જાય છે. કેવડિયા ખાતેના સરદાર સરોવર ડૅમને 'ગુજરાતની જીવાદોરી' તરીકે ઓળખવામાં આવે છે. કૅનાલ દ્વારા આ નદીના જળ કચ્છ-સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. તેની વીજળીનો લાભ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને પણ મળે છે.જ્યારે