રહસ્મય બોકસ

  • 428
  • 1
  • 154

જૂનાગઢમાં વસેલું હતું એક નાનું ગામ – ચિલાવડી. ગામ તો સામાન્ય હતું, પરંતુ તેની પાસે એક જૂનો કિલ્લો હતો જે આજે પણ ઊભો હતો… ભલે અર્ધા તૂટેલા કાંસાના કિલા, પડેલા દરવાજા અને ઝાંખા ચિહ્નો સાથે. તેનું નામ હતું – "કળીયાર કિલ્લો."ગામના વડીલો કહે કે ત્યાં ભયાનક રહસ્યો છુપાયેલા છે. દરેક ગામમાં એક વ્યક્તિ એવી હોય છે જેને ઓર લોકો કરતા વધુ જિજ્ઞાસા હોય. અહીં એ વ્યક્તિ હતો – જય પટેલ . જયએ બાળપણથી કિલ્લાની કહાણી ઘણી વખત સાંભળી હતી, પણ એમાને ક્યારેય એ વાતો પર ભરોસો ન હતો. એ માનતો કે દરેક અફવા પાછળ કોઈ ના કોઈ સત્ય છુપાયેલું જ હોય