ચીકુ અને મીકુ

  • 274
  • 86

ચીકુ મીકુએક હતા ચકારાણા અને એક હતી ચકીરાણી. બંનેએ ભેગાં મળી બાંધ્યો એક સુંદર મજાનો માળો.એનું સરનામું હતું - ક્રિશાવનાં દાદાનાં ફોટા પાછળ, ડ્રોઈંગરૂમ, મુખ્ય દરવાજાની સામે, પંખાથી દુર.ચકારાણા અને ચકીરાણીને બે બચ્ચાં, ચીકુ અને મીકુ. ચકારાણા જાય ચોખાનો દાણો લેવા જાય. ચકીરાણી બચ્ચાંઓ સાથે માળામાં રહે. બચ્ચાંઓને નવડાવે, ખવડાવે, વાર્તાઓ કહે, કવિતાઓ સંભળ લે, ખૂબ પ્રેમ કરે, ચકારાણાએલાવેલ સરકડીઓમાંથી જાતજાતનાં અને ભાતભાતનાં રમકડાંઓ બચ્ચાં માટે બનાવે. બચ્ચાંને મીઠામધુરાં હાલરડાં સંભળાવતાં સંભળાવતાં સુવડાવે.ચકારાણા ચોખાનો દાણો કમાયને ઘરે આવે એટલે ચકીરાણી બહાર જાય દાળનો દાણો લેવા.ચકીરાણી ઘરે આવે ત્યાંસુધી ચકારાણા ચીકુમીકુને ભણાવે. જીવનનાં મુલ્યો શીખવે. પાંખો કસરત કરાવે, ઘરની સારસંભાળ રાખે.ચકીરાણી