શ્યામ રંગ...લગ્ન ભંગ....28

  • 216
  • 84

માણસને જ્યારે ધણુ બધુ કહેવુ હોય ત્યારે શબ્દો નથી મળતા અને માણસને ક્યારેક સાઉ મૌન રહેવુ હોય ત્યારે અંદરથી શબ્દોનો જ્વાળામુખી ફાટુ ફાટુ થઈ રહ્યો હોય છે. બસ, આવા જ સમયે જ લાગણીઓ રમત રમી જતી હોય છે.આ રમત કેટલી ખતરનાક સાબિત થઈ છે એ માણસને રમત પૂરી થયા પછી જ સમજાય છે.ધીમે ધીમે આરાધના પણ આ લાગણીઓ ની જાળમાં ફસાતી જઈ રહી હતી, જેની જાણ એને ખુદને પણ ન હતી.     એને બીજે છેડે હતો અનંત જે આરાધનાની જેમ અંદર એક આખુ લાગણીઓનુ તોફાન લઈને પણ કાંઠે બેઠેલા પણ શાંત ચિત સાથે આ તોફાન ને પોતાની અંદર વશમાં કરી