આસમાની રંગની છત્રી રે.. - 8

  • 172
  • 1

પર્વત નજીક દરેક  જણ  હાવરુંબાવરું થઈ ક્યાંક આશ્રય ગોતતું હતું.કોઈએ એક ઝૂંપડી હેઠળ, કોઈએ નજીકમાં કોઈના  શેડમાં ગાયભેંસ  સાથે તો અમુક લોકોએ દોડીને ભોલારામની દુકાનના  ઓટલે જ આશ્રય લીધો.એકલી બિંદિયા જ એવી હતી કે દોડીને ક્યાંય ન ગઈ.એને તો એ જ જોઈતું હતું, પોતાની છત્રી નીચે વરસાદમાં ઊભવું.  છત્રી નીચે ઊભી નીચેથી એનાં આસમાની  રંગનાં પ્લાસ્ટિક નીચેથી એને ઉપરથી પડતી વરસાદની ધારાઓ જોવાની ખૂબ જ મઝા આવી. વરસાદ પૂરો થયો પણ ઘેર જવાની ના એને ઉતાવળ હતી ન એની નીલુ કે ગૌરીને.આખરે બધું કોરું થતાં એ ધીમા પગલે છબછબિયાં કરતી ઘેર જવા નીકળી તો એણે જોયું કે બિજજુ  કોઈ ગુફા