ભગાલાલે થોડીવાર પછી ફોન ઉપાડીને હેલો કહ્યું એટલે ડોકટરે "હેલો ભગાલાલ બોલો છો?" એમ પૂછ્યું."હાજી..ભગાલાલ જ બોલું છું. આપ કોણ?" ડોકટરે ટેમુ અને બાબા સામે જોયું. પછી થોડી કડકાઈથી કહ્યું, "ભગાલાલ, હું ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી બોલું છું. તમારા વિરુદ્ધ ફરિયાદ મળી છે; તમે બોગસ કાર ફેકટરીના નામે જે સ્કીમ ચલાવી રહ્યા છો એની તપાસ માટે ફોન કર્યો છે.""અરે સાહેબ શું નામ આપનું? મને ફોન કરતા પહેલા તમારે ડીવાય એસપી ઝાલા સાહેબને પૂછી લેવાની જરૂર હતી. કંઈ વાંધો નહિ; તમેં ઝાલા સાહેબને એકવાર પૂછી લેજો. એ તમને બધી જ વિગતો આપશે. હા, તો શું નામ છે આપનું?'' ભગાલાલે કહ્યું."ઓકે ભગાલાલ.." કહી ડોકટરે