બૌધિક નિર્ણય એક મહિલા બજારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેને લાગ્યું કે એક પુરુષ તેનો પીછો કરી રહ્યો છે. મહિલાએ રોકાઈને, નમ્રતાથી પૂછ્યું, "તમને શું તકલીફ છે?" પુરુષે રોમેન્ટિક અંદાજમાં જવાબ આપ્યો, "તમે એટલા સુંદર છો કે હું તો તમારા પર ફિદા થઈ ગયો!" મહિલાએ ચપળતાથી કહ્યું, "અરે, હું તો કંઈ ખાસ નથી! મારી પાછળ મારી બહેન આવી રહી છે, એ તો મારા કરતાંય વધુ સુંદર છે!" બસ, એટલું સાંભળતાં જ પુરુષે ઉત્સાહમાં પાછળ ફરીને જોવા માટે ગરદન ઘુમાવી. પણ તરત જ, મહિલાએ ઝડપથી એક જોરદાર થપ્પડ રસીદ કરી અને એવું ઐતિહાસિક વાક્ય બોલી કે બજારમાં બધાં હસવા લાગ્યાં.