આસમાની રંગની છત્રી રે.. - 7

  • 134
  • 1

આજે બિજ્જુ  રસ્તે ચાલતો આરામથી દાળિયા, રેવડી ખાતો આવતો હતો. એને સામી  બે ગાય નીલુ અને ગૌરી મળી. પાછળ જ એની બહેન બિંદિયા છત્રી ખુલ્લી રાખીને આવતી હતી. છત્રીને હવે બે ચાર ટાંકા મારી સાંધેલી. બિજ્જુએ છત્રી પકડી અને બિંદિયાને દાળિયા રેવડી આપ્યાં. એ ખાતી ખાતી સાથે ચાલવા લાગી.“તું તારે ઘર સુધી છત્રી રાખ.” બિંદિયાએ નાસ્તાના બદલામાં ભાઈને પોતાની વસ્તુ વાપરવા આપી. તેઓ ઘેર પહોંચ્યાં ત્યારે અંધારું થઈ ગયું હતું. એમની મા બહાર જ ઊભી હતી. બિંદિયાની છત્રી  આખાં ગામ માટે એક વૈભવની, પ્રસિદ્ધિની વસ્તુ બની ગયેલી. સહુ ઈર્ષ્યાથી જોતાં કે આવી છત્રી જે ક્યાંય જોવા મળતી નથી એ આ ખેડૂતની