આજનું સવાર કંઈક અલગ હતું. જાણે પવન પણ ધીમો હતું, સૂરજ પણ થોડો વધારે સહેજ લાગતો હતો. અક્ષર પુરુષોતમ વિધયા મંદિર નો છેલ્લો દિવસ… ધોરણ ૧૦ પૂરુ થયું… પરંતુ જાણે બાળપણ પણ પૂરુ થઈ ગયું હોય તેવી લાગણી હતી.માનસી , એક શાંત અને સંવેદનશીલ વિદ્યાર્થિની, આજે ખૂબ જ ભાવુક હતી. આજે તે એની બધી યાદોને હૈયામાં ભરીને સ્કૂલના દરવાજે આવી ઊભી રહી હતી. સળવળતો માહોલ હતો, સાથીઓ હસી રહ્યા હતા, ફોટા ખેંચી રહ્યા હતા, છતાં તેની આંખોની પાંપણ નીચે એક તૃણસૂક્ષ્મ નમપણ છૂપાયું હતું.એની સાથે હતી એની બે અજમેલી સખીઓ — ખુશી અને ગાયત્રી. ખુશી હંમેશા જેવી મજાકમસ્તી કરતી, હસાવતી.