પાછળના ભાગમાં આપણે જોઈ ગયા કે સેક્રેટરીના લેટર પરથી એક ખબર પડે છે કે જાનને કોઈ મારવા માંગે છે અને તે વ્યક્તિ તેમના ઘરની અંદરથી જ કોઈક છે.ઇન્સ્પેક્ટર થોડીક વાર વિચારમાં પડી જાય છે. પછી તે બોલે છે, “મિસ જેન્સી, મને આ લોકો બહુ ખતરનાક લાગે છે. જો તું મારી મદદ કરે તો આપણે આ કાતિલને પકડી શકીએ જે મિસ્ટર જાનને મારવા માંગે છે.”જેન્સી કહે છે, “હું શું કરી શકું છું? તમે બોલો, તમારે જે મદદ જોઈતી હશે તે હું કરીશ.”તો લેડી ઇન્સ્પેક્ટર કહે છે, “તારે મિસ્ટર જાનની સાથે એક નર્સ તરીકે તેમની સાથે મુંબઈ જવું પડશે.”જેન્સી કહે છે, “હું