ભૂલ છે કે નહીં ? - ભાગ 62

મમ્મી કંઈ ને કંઈ બહાનું કરીને મને રોજ જ સંભળાવતા કે હવે મારી પાસે પૈસા નથી. હું તો ઘરે જ હતી. દિકરો આવ્યા પછી તો આપણે કોઈ દિવસ કશે બહાર ફરવા પણ જતા ન હતા. હા દિકરો બિમાર પડે તો એની દવા લેવા જતા હતા અને એના માટે મમ્મી પાસે પૈસા માગતા હતા કારણ કે તમારો પગાર તો તમે મમ્મીને જ આપી દેતા હતા. તમારી પાસે કોઈ પૈસા રાખતા જ ન હતા. ને મારી તો નોકરી હતી નહીં. જ્યારે હતી ત્યારે મેં પણ તો બધા પૈસા મમ્મીને આપી દીધા હતા તો આપણી પાસે પૈસા કેવી રીતે હોય. મેં પપ્પાને મારી