યુદ્ધનાં કારણે કેટલીક કલાત્મક સામગ્રી ગુમ થઇ જવા પામી હોવાને કારણે વર્ષો બાદ તેની કિંમતમાં ભારે વધારો થાય છે અને તે વસ્તુ એક કિંમતી ખજાના સમાન બની જતી હોય છે.તેમાંની કેટલીક વસ્તુઓ તો બ્લેક માર્કેટમાં પહોંચી જતી હોય છે કેટલીક પ્રાઇવેટ કલેકટરો પાસે પહોંચી જાય છે અને કેટલીક સંપુર્ણપણે નષ્ટ થઇ ગઇ હોય છે.અમેરિકાની નેશનલ આર્કાઇવ્ઝમાં ઇતિહાસનાં સૌથી કિંમતી દસ્તાવેજોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે પરિણામે આ સ્થળની સલામતી વ્યવસ્થા સૌથી વધારે જડબેસલાક છે પણ જેટલી સલામતી વ્યવસ્થા કડક હોય છે તેટલી વધારે તેના પર ચોરોની નજર પણ મંડાયેલી હોય છે અને તેઓ સલામતી વ્યવસ્થાને પણ ચકમો આપીને કિંમતી વસ્તુઓ ઉઠાવી