***** સાફસૂફી ચાલુ કરી, દિવાળીના નાસ્તા બનાવ્યા. દિવાળી ઉજવી. લક્ષ્મી અને ચોપડાનું પૂજન કર્યું. બેસતા વર્ષે નૂતન વર્ષાભિનંદનના નારા લગાવ્યા. અમેરિકામાં અન્નકૂટ દર્શન સગવડિયા હોય છે. ગોવર્ધન પૂજા અને અન્નકૂટના દર્શનની રાહ જોવાની છે. ભાઇ બીજે પ્રેમપૂર્વક ભાઈને ભેટ્યા. હવે પછી શું ?પાછી રોજની ઘટમાળમાં વ્યસ્ત થઈ ગયા. સાચું કહું તો ‘હતા ત્યાંના ત્યાં’ !દિવાળીના દિવસોમાં ઉમંગ અનેરો હોય. બધી ચિંતા અને મુશ્કેલીનું પડીકું વાળી માળિયે મૂક્યું હોય. પણ પછી શું ? આ પ્રશ્ન અનુત્તર રહે તો સારા કે તેનો ઉત્તર શોધવો રહ્યો ? પ્રશ્નને ગાલીચા નીચે ખોસવાથી જિંદગી સુહાની બનતી નથી. મારું માનો તો દરેક સમસ્યાનો હલ હોય છે.