મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 22

  • 146

  ગામમાં દાવાનળની જેમ ફરી વળેલી ભગાલાલની કાર ફેક્ટરીની સ્કીમ ડો લાભુ રામણી સુધી પહોંચી નહોતી. કારણ કે એ દિવસોમાં ડોકટર ગામમાં નહોતા. હુકમચંદના લિસ્ટમાં એમનું નામ તો હતું જ પણ જે રીતે સ્કીમેં અભૂતપૂર્વ પ્રગતિ કરી એ પછી ડોકટર જેવા ઘણા લોકોને મળવાની હુકમચંદને જરૂર નહોતી રહી. હવે તો એના હાથ નીચે એજન્ટોની ફોજ હતી. હુકમચંદ થડીયું હતો એટલે બધી જ શાખાઓમાંથી કમિશન ખેંચતો હતો.  નગીનદાસ અને હબો હવે જાની દુશ્મન નહોતા. હબાની દુકાને પાનમાવા ખાવા આવતા લોકો આ સ્કીમની જ ચર્ચાઓ કરતા. અનેકના ફોર્મ હબાની દુકાને જ ભરાતા. હબાએ પણ પચીસ હજારના યુનિટ લઈ લીધા હતા જેની કિંમત હાલમાં