ડાયમંડ્સ - ભાગ 2

ધારાવાહિક:- ડાયમંડ્સભાગ:- 2રજુ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નમસ્તે વાચકમિત્રો.આશા રાખું કે ધારાવાહિકની શરૂઆત ગમી હશે. આ પુસ્તક વિશે વધારે ચર્ચા કરું તો એટલું ચોક્કસપણે કહી શકું કે આ પુસ્તક જેટલી વખત વાંચશો એટલી વખત તમને કંઈક ને કંઈક નવી પ્રેરણા મળશે. મેં બે વાર વાંચ્યા બાદ હવે ફરીથી વાંચવાનું શરુ કર્યું છે. પહેલી બે વખત માત્ર વાંચ્યું. હવે હું પેન્સિલ લઈને વાંચું છું. હા, આ મારી આદત છે. વાંચતાં વાંચતાં જે મુદ્દો કે વાક્ય મને બહુ જ ગમે એ સાચવી રાખું છું. જો પુસ્તક લાયબ્રેરીમાંથી લીધું હોય તો નોટ કે ડાયરીમાં અને પુસ્તક મારું પોતાનું જ હોય તો પેન્સિલથી એમાં