"નાઇટ ડ્યુટી" એ ડાર્ક કોમેડી, એક્શન, થ્રીલર નોવેલ છેનોવેલમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ, પાત્રો અને પરિસ્થિતિઓ સંપૂર્ણપણે કલ્પિત છે અને તેને ડાર્ક કોમેડી અને વ્યંગાત્મક હેતુથી રજૂ કરવામાં આવી છે. આ પાત્રો, સ્થળો અથવા ઘટનાઓનો કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ, સંસ્થા અથવા ધાર્મિક સમુદાય સાથે કોઈ સીધો સંબંધ નથી.. "મે આઈ કમ ઈન સર...." રવિ એ અર્ધો દરવાજો ખોલી ડોકું અંદર નાખતા કહ્યું. સામે કાળા સુટ માં એક માણસ ટેબલ પર પગ ચડાવી બેઠો હતો. તેણે કોઈ રિસ્પોન્સ ન આપ્યો. TV ની સ્ક્રીન પર ન્યુઝ ચાલી રહ્યા હતા... અમદાવાદ બન્યું નવું ડ્રગ કેપિટલ.. ડ્રગ માફિયાઓ બન્યા બેફામ...યુવાનો બની