પાર્લર પુરાણ (ઝમકુડી)

  • 164

ઘણા સમય પહેલાની વાત છે, જ્યારે કમ્પ્યુટર અને મોબાઇલ જેવી સુવિધાઓનો અભાવ હતો, અને કમ્પ્યુટર તો ક્યાંક જ જોવા મળતા. જમકુડી અને સુરેખા, બે બહેનો, હવે મોટી થઈ ગઈ હતી. જમકુડી ૧૬ વર્ષની હતી અને સુરેખા ૧૯ વર્ષની.જમકુડીની બાને થયું કે બંને દીકરીઓને પાર્લરનો કોર્સ કરાવે. તેમની માસીનું પાર્લર સારું ચાલતું હતું, પણ તે દૂર હતું. આથી બાએ બંને દીકરીઓને પૂછ્યું, "શું તમે બંને ટ્રેનમાં અપ-ડાઉન કરી શકશો?" સુરેખાએ માથું હલાવીને હા પાડી. બાએ કહ્યું, "તો ભલે, બંને પાસ કઢાવી લો." બંને બહેનોએ ટ્રેનનો પાસ કઢાવ્યો.રોજ સવારે તેઓ ટ્રેન પકડીને પાર્લર જાય અને સાંજે ૭:૩૦ વાગ્યાની ટ્રેનમાં પાછી ઘરે આવે.