ધીરે ધીરે મમ્મી લગભગ રોજ એમ બોલવા માંડ્યા કે હવે ખર્ચો ઓછો કરજો મારી પાસે પૈસા નથી. પણ મેં તો કોઈ દિવસ એમની પાસે માગ્યા જ ન હતા. પણ મારી પાસે જે દિકરાના પૈસા હતા એ પણ કંઈ ને કંઈ કામ છે હમણાં આપ પછી આપી દેવા એમ કરીને લઈ લીધા હતા. મારા બળેવના પૈસા હતા એ પણ તમે એમ કરીને લઈ લીધા કે મમ્મી પાસે નથી માગવા અત્યારે જ બળેવ ગઈ એટલે ખર્ચો વધારે થયો છે એટલે નોકરીએ જવા માટે સ્કૂટરમાં પેટ્રોલ ભરાવવા આપ પછી આપી દઈશ. મને સમજ જ ન પડતી હતી કે હું પૈસા માગતી નથી તો