મીન દરરોજની જેમ જ ઓફિસે જવા માટે નીકળતો હતો. તે દરવાજામાંથી નીસરતા સમયે જુએ છે તો સહેલી દુર ઉભી કોઈની સાથે ફોનમાં ધીરેથી વાત કરતી હતી. મીનને થાય છે કે આ સહેલી કોની સાથે ફોનમાં એટલી વાત કરતી હશે? તેના મનમાં વિચારોનું ધમાસાણ યુદ્ધ શરૂ થઈ જાય છે. તે થોડો શંકાશીલ વૃત્તિ ધરાવતો માણસ હતો. તે ચૂપચાપ દીવાલની પહેલી તરફ જઈ અને સહેલીની વાતો સંતાઈ અને સાંભળતો હતો. સહેલી ઘણી વાર સુધી ફોનમાં વાત કરતી હોય છે. પણ મીન તે દીવાલની પાછળ જ ઉભો હતો. તે જાણવા માંગતો હતો કે સહેલી ફોનમાં એટલી બધી વાત