આસમાની રંગની છત્રી રે.. - 6

  • 1.1k
  • 1
  • 530

ખરું અઘરું કામ હવે હતું. એણે એક ઝાડની ફેલાયેલી ડાળી પરથી ચાર પગે આગળ વધવું પડે એમ હતું. ઝાડ પણ એના લટકવાથી ઉખડી પડે એમ હતું પણ છત્રી એની પહોંચમાં આવે એ માટે આ એક જ રસ્તો હતો.એને બીજ્જુએ લસરીને ઝાડ પર ચડતાં શીખવેલું એમ એ નીચે ખીણની પરવા કર્યા વગર સંભાળીને એ ખડક પર પહોંચી ગઈ જ્યાં ચેરીના ઝાડ પર એની છત્રી ફસાયેલી. એ વાંદરીની જેમ બે પગો ઘૂંટણથી વાળી ઝાડનું થડ પકડી ઉપર ચડી અને પગ થડ પર સ્થિર કરી લાંબી થઈ છત્રીને પકડી. હજી એની આંગળીઓ જ ત્યાં સુધી પહોંચેલ. એ થોડું વધુ ચડી, અત્યંત જોખમી જગ્યાએ