5.ગામના એ ધૂળિયા રસ્તે થઈ નજીકનાં શહેરમાં હટાણું કરવા લોકો એક માત્ર, કસમયે આવતી બસમાં જતા. કેટલાક ખચ્ચર પર. કેટલાયે પગપાળા લાકડી લઈને જતા જેથી પહાડી કેડીઓ ચડવી ઉતરવી શકય બને. ચાલતા આવતા કે ખચ્ચર પરના લોકો આ નાજુકડી ભૂરી છત્રી સામે વિસ્મયપૂર્વક જોઈ રહેતા.એક જગ્યાએ વિસામો ખાવા બિંદિયા પાઇનનાં ઊંચાં વૃક્ષ નીચે બેઠી. તેણે છત્રી ખુલ્લી ને ખુલ્લી એક ખૂણે કોઈ જમીનમાં ખૂંપેલા નાના પથ્થરને ટેકે મૂકી. આસપાસથી ઠંડી હવા આવી રહી હતી. બિંદિયાએ પોતાનું મોં બે હાથની હથેળીમાં રાખ્યું, હાથો ગોઠણ પર રાખ્યા અને થોડી વારમાં એ ઝોકે ચડી ગઈ.એ બેઠીબેઠી જ સૂતી હતી ત્યાં જોરદાર પવન ફૂંકાયો.