આગળના ભાગમાં આપણે જોયું કે શૌર્ય "મિત્તલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ " સાથે મુંબઈ મીટીંગ માટે જવાનો હોય છે. અહીં નંદિની પણ પોતાના ન્યું મસાલા બ્રાન્ડ "સુગંધ સાકાર" મુંબઈથી ડીલ માટે કોલ આવે છે. હવે આગળ...... નંદિની સાંજે મોડી ઘરે પહોંચે છે. બાપુ!.... બાપુ!...જુવો આવી ગય તમારી લાડલી (વસુંધરાજી કહે છે)આજે બોવ ખુશ લાગી રહી છે, શું વાત છે બેટા??..બાપુ! (હસતાં) મે ઘણી જગ્યાએ "સુગંધ સાકાર"મસાલા ના સેમ્પલ માટે ઓનલાઇન ઘણાં રેસ્ટોરન્ટ, હોટેલ અને મોટી શોપ માં વાત કરેલી તો મુંબઈથી બે હોટેલમાંથી થોડા સેમ્પલ અને ડીલ માટે બોલાવ્યા છે. તો બોલો બાપુ કેમ ખુશ ના થાવ?..આ મારા કામની