દેવાંશ કવિશાને બૂમો પાડતો પાડતો તેની પાછળ પાછળ દોડી રહ્યો હતો.આખરે તે દોડીને પણ કવિશાની નજીક પહોંચી ગયો અને તેનો હાથ તેણે જોરથી ખેંચીને તેને ઉભી રાખી દીધી અને પોતે તેની સામે ઉભો રહી ગયો અને પોતાનો બળાપો કાઢવા લાગ્યો, "આ સરે તો ખરું કર્યું યાર, મારે તો ડાન્સ પાર્ટનરમાં તું જ જોઈએ છે યાર...""મારે તો આ પ્રોગ્રામમાં જ ભાગ નથી લેવો.. એનું કંઈક કરીશ તું..?" કવિશા પ્રશ્નાર્થ નજરે દેવાંશની સામે જોઈ રહી...."દેવાંશ મેં એને માંડ માંડ તૈયાર કરી છે હવે તું તેની પાછળ ન પડે તે જ સારું છે નહીં તો એ કાલથી કોલેજમાં જ નહીં આવે તેની તને