વિરાટગઢ—આ નાનું ગામ પણ જાણે પોતે પોતાનાં સમયગત પાંજરાંમાં બંધાયેલું હોય. અહીંના રસ્તાઓ પર આજે પણ ઢોર ચરે છે, બારમાસે લગ્નની ચર્ચાઓ થાય છે, અને દરેક ચોરાસ્તા પાસે બેઠેલા વ્રુદ્ધો જાણે ઈતિહાસના સાક્ષી હોય.ગામના મધ્યમાં એક વાડું હતું—જ્યાં શંખલા પરિવાર રહેતો. શાંતિલાલ શંખલા એટલે ગામનો સૌથી જૂનો અને અનુભવદાર માણસ. ત્રણ પેઢી એજ વાડાંમાં રહી રહીને કાળનાં ઘણા તપેલીમાંથી પસાર થઈ ગઈ હતી.આજના દિવસને વિશેષ બનાવતો એક પ્રસંગ હતો – શાંતિલાલના પુત્ર રાઘવ અને તેની પત્ની સુમનને એક દીકરો થયો હતો – આરવ.જન્મ સાથે જ એવું લાગ્યું કે બાળક કંઈક અલગ છે. આરવ રડતો નહોતો. ચોખ્ખી આંખે આસપાસ જોતો રહ્યો.