આમ જ ઘરના કંઈ પણ કામ કર્યા વિના મારા દિવસો જતા હતા. બસ, દિકરાને લઈને બેસી રહેવાનું. મમ્મી બધા કામ કરીને પરવારે પછી એકાદ કલાક દિકરાને રમાડવા બહાર ફળિયામાં લઈ જાય. હું અંદરથી રિબાતી હતી. હું કોને કહું ખબર જ પડતી ન હતી. એટલામાં વેકેશન પડ્યું. બેન ઘરે રહેવા આવ્યા. ત્યારે પણ મમ્મીએ મને કંઈ જ કામ ન કરવા દીધું. બેન આવ્યા હતા એટલે એમના સંતાનોને નવડાવી ને તૈયાર કરવાથી લઈને ખવડાવીને સૂવાડવા સુધીનું કામ મમ્મી કરતા હતા. એ બિલકુલ કામમાંથી પરવારતા જ ન હતા. હું કેટલું પણ કહું મને કંઈ જ કામ ન કરવા દેતા. બેન પણ કશું જ