ડાબોડી

વાંચવામાં આવ્યું કે ડાબોડી લોકો ખૂબ હોંશિયાર હોય છે. જમણે હાથે કામ કરતાં વધારે ચડિયાતા. ભાઈ વહેમની પણ કોઈ હદ હોય કે નહીં?  હવે આઈન્સ્ટાઇન અને ન્યૂટન ડાબોડી હતા, એટલે શું બધા ડાબોડી  હોંશિયાર થવાના? મને ડાબા કે જમણા હાથ વડે કામ કરનાર તરફ કોઈ પક્ષપાત નથી. હાથ, હાથનું કામ કરે. તેને અને મગજને કોઈ સીધો સંબંધ ખરો? હા, ડાબુ મગજ, જમણી તરફના શરીરનું સંચાલન કરે છે. જમણું મગજ ડાબી તરફના   શરીરનું. શાળાના અભ્યાસ દરમિયાન આપણે સહુ ભણ્યા હતા .. એક મજાનો પ્રસંગ અમારા કુટુંબમાં હમેશા બનતો. બે ભાઈઓ બહાર જમવા જઈએ ત્યારે સાથે જ બેસે. મોટો ડાબોડી અને