13. અનુ પોતાના ભાઈ હાર્દિકને લઈને એક મોલમાં પહોંચી. એક શોપમાં હડફથી તેણે દરવાજો ખોલ્યો અને અંદર આવી. તેની પાછળ પાછળ હાર્દિક આવ્યો. પણ અનુ માત્ર એક લેડીઝ પર્સ લઈને જ આવી અને હાર્દિકના હાથમાં સામાન સમાતો નહોતો. પોતાને જોઈતી વસ્તુ અનુ ખરીદતી જતી અને ભાઈને આપતી જતી.તે શોપમાં અંદર આવી અને ત્યાંના એક સેલ્સમેને તેને આવકારો આપતા કહ્યું, "વેલકમ મેમ, વેલકમ સર. બોલો શું જોઈએ છે?"અનુએ પોતાના પર્સમાંથી એક લિસ્ટ કાઢ્યું અને તેને આપતા બોલી; "આ ફીલ કરી દ્યો."લિસ્ટ જોઈ તે વોર્કર તે લિસ્ટની તમામ વસ્તુઓને શોધવા લાગ્યો. હાર્દિક અનુ પાસે જઈને થોડા ગુસ્સાથી બોલ્યો; "જો, હવે જેટલુ ભી લેવાનું