આજે આપણે એવાં સાહિત્યકારને મળશું જે બહુમુખી પ્રતિભા ધરાવે છે.તેમનુ લેખન કાર્ય પણ જબરદસ્ત છે અને તેમનો અવાજ પણ સુંદર છે.દરેક માણસ પાસે કોઈને કોઈ કળા હોય જ છે.કોઈ એક કળા ઉત્તમ રીતે નિખરી આવે છે જ્યારે મહેનત વધુ થાય પણ ઘણાં પાસે એક કરતાં અનેક કળા હોય છે.જે તેમનાં જીવનની આગવી શૈલી બતાવે છે.એવા જ આજનાં લેખિકા અને ગાયિકા અંજલિ ખંડવાળા ગુજરાતી સાહિત્ય અને સંગીત જગતમાં અંજલિ ખંડવાળા એક વિરલ વ્યક્તિત્વ છે, જેમના નામ સાથે કલાના બે અત્યંત સંવેદનશીલ પ્રવાહો જોડાયેલા છે: લેખન અને ગાયન. તેમની કલમમાંથી સર્જાતી રચનાઓ માત્ર શબ્દો નથી, પરંતુ ભાવનાઓ,