ડીકીમાં પડેલા રૂપિયા સતારને લલચાવી રહ્યા હતા. બીબીની બીમારી માટે રૂપિયાની એને સખત જરૂર હતી પણ ક્યાંય મેળ પડતો નહોતો. કીડી કંઈ કોશનો ડામ ખમી ન શકે! સતાર નામની કીડીને એની બીબીની બીમારીનો ખર્ચો લાલચોળ ગરમ થયેલી કોશ જેવો જ હતો. જિંદગીના જંગમાં હારેલો માણસ આખરે ભગવાનને શરણે જ જતો હોય છે. સતારે પણ ખુદાની ઘણી બંદગી કરી હતી. ખુદાએ એ બંદગી સાંભળી હોય એમ હુકમચંદના બુલેટની ડીકી સુધી એને પહોંચાડ્યો હતો. એ ડીકીમાં પડેલા રૂપિયા સતારને મુંજવી રહ્યા હતા.'કદાસ ખુદા આવી રીતે દેવા માગતો હસે. કંઈ રૂબરૂ થોડો દેવા આવે? કે લે અલ્યા સતારીયા તારી બંદગીથી હું ખુસ થિયો