ભૂલ છે કે નહીં ? - ભાગ 59

સાંજ થવા આવી. મેં ફ્રીઝમાં જોયું સાંજે કરવા માટે કોઈ શાક હોય તો મૂકી દઉં એમ વિચારીને. પણ એટલામાં તો મમ્મી આવી ગયા. અને મને કહ્યું કે લે હવે દિકરાને રાખ હું રસોઈ બનાવી દઉં. મેં એમને કહ્યું પણ ખરું કે હું બનાવી દઉં છું તમે દિકરાને રમાડો. પણ એ ન માન્યા. આમ પણ એમના મોઢામાંથી એકવાર જે શબ્દ નીકળી જાય તે કરવું જ પડે. એટલે પરાણે હું દિકરાને લઈને આગળ આવી ગઈ. તમે તો આવીને બહાર ફળિયામાં બેસવા નીકળી ગયેલાં. ને આમ પણ તમને કંઈ કહેવાનો અર્થ હતો જ નહીં. એટલે હું શાંતિથી દિકરાને લઈને બેસી ગઈ. સાંજ થઈ