2.બિંદિયાએ છત્રી હાથમાં લઈ ગોળગોળ ફેરવી. એને ઘેર છત્રી તો હતી, પકડવી મુશ્કેલ બને એવડી મોટી અને કાળી. એમાં પણ ઉંદરોએ કાણાં પાડી દીધેલાં. આ છત્રી તો નાજુકડી, નાની હતી. બરાબર બિંદિયાની સાઈઝને માફક આવે એવી. કેવું ભૂરું, આકાશ કે ધતુરાના ફૂલ જેવું એનું કાપડ હતું! એ તો ઘેરાં ભૂરાં સિલ્કની હતી. કાપડ સોંસરવું અજવાળું દેખાતું હતું. કેવી સુંવાળી, કેવી નાજુક અને એમાંથી ઉપરનું આકાશ થોડું જોઈ શકાય એવી અર્ધ પારદર્શક.બિંદિયાને છત્રી એટલી વહાલી લાગી કે એ છત્રીને આમથી તેમ ઝુલાવતી કાપડ પર હાથ ફેરવી રહી. આખરે વગર વરસાદે કે તડકે એ છત્રી ખોલીને ઘર તરફ ચાલવા લાગી.બિંદિયા ઘેર પણ