ભૂલ છે કે નહીં ? - ભાગ 58

  • 216
  • 92

મને એમ લાગ્યું કે હું લગ્ન કરીને આવી હતી એ દિવસો ફરી પાછા આવી ગયા. ફરીથી આપણી પોતાની જીંદગી જેવું કંઈ ન હતું. આગળના રુમમાં આપણી પથારી, મતલબ ફળિયામાંથી પસાર થનાર દરેકને એ પથારી દેખાય. બારી બારણા તો બધા સૂઈ જાય ત્યાં સુધી બંધ ન કરાય એટલે આવતાં જતાં દરેકને આપણી પથારી દેખાય. મને એટલી બધી શરમ આવતી હતી કે મારી બહાર નીકળીને કોઈ સાથે વાત કરવાની હિંમત જ ન થતી હતી. ને તમે તો આવીને બધું બરાબર હોય એમ સૂઈ ગયા. મને ખબર જ ન પડતી હતી કે આપણે ક્યાં સૂવાનું છે એ મમ્મી કેમ નક્કી કરતા હતા. ને