મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 20

  • 168

બાબાની વાતથી હુકમચંદની લોભામણી સ્કીમમાં લપસવા તૈયાર થયેલા પોચા સાહેબ સજાગ થયા. 'બાબાની વાત તો સાચી છે. આમ સાવ જોયા જાણ્યા વગર કોઈના ભરોસે રૂપિયા રોકનારને રડવાનો જ વારો આવતો હોય છે. પહેલા થોડી જાણકારી મેળવી લેવી જોઈએ. હું તો શિક્ષક છું; થોડો કંઈ અભણ છું? જો હું હુકમચંદની વાતમાં આવીને પૈસા રોકીશ તો હુકમચંદ બીજા લોકોને લલચાવવા મારા નામનો ઉપયોગ કર્યા વગર રહેશે નહીં. લોકો 'પોચા સાહેબે રોક્યા છે તો વિચારીને જ રોક્યા હોય એટલે આપણે કંઈ વિચારવાની જરૂર નથી' એમ સમજીને ફસાશે.'"જુઓ પોચા સાહેબ, આ બાબલો તો હજી છોકરું ગણાય. એ ભણ્યો છે પણ કર્મકાંડનું. એને આવી ધંધાની વાતોમાં