હું એક નવા સપના સાથે આપણા ઘરે આવી રહી હતી કે હવે બધું સારું થઈ જશે. આપણા દિકરા સાથેના આપણા સુખી સંસારના સપના મારી આંખોમાં હતા. મને એમ લાગતું હતું કે મમ્મીને મારા પ્રત્યે ભલે નારાજગી હશે પણ આપણો દિકરો એમને વ્હાલો જ હશે. કારણ કે મેં મમ્મીને બેનના દિકરા દિકરીને લાડ કરાવતા જોયા છે. એમના માટે અધીરા થતા જોયા છે. તો આપણો દિકરો પણ તો એમને લાડકો જ હશે અને એટલે જ મને એમ હતું કે હવે આપણો સુખી સંસાર શરૂ થશે. અને એ વિચારતાં વિચારતાં ઘર આવી ગયું. અમે ગાડીમાંથી નીચે ઉતર્યા. મમ્મીએ મારા અને દિકરાના ઓવારણા લીધા.