અભિન્ન - ભાગ 10

ભાગ 12 રાત્રીના સમયે રાહુલના એક દોસ્ત રોનકના લગ્ન હતા. એના લગ્ન સ્થળની બહાર એના મિત્રો મનોજ અને હાર્દિક આવીને ઉભેલા. એવામાં કૌશિક ત્યાં આવ્યો એટલે એને આવકારો આપતા કહ્યું; "આવો! પધારો પધારો મારા મોંઘેરા મહેમાન."તે બોલ્યો; "અરે વાહ, સાંભળીને ઘણો આનંદ થયો કે અમે તમારા મોંઘેરા મહેમાન બની ગયા છીએ."મનોજે આશ્વર્ય સાથે પૂછ્યું; "એક સેકન્ડ, મોંઘેરા મહેમાન કેમ?"હાર્દિક બોલ્યો; "ટ્રુ, કે જે ગામની છેલ્લે આવે એ મોંઘેરા મહેમાન જ ગણાય ને!"આ સાંભળીને બધા હસ્યાં, પણ કૌશિકે ફરી કહ્યું, "ફોલ્સ, કારણ કે રાહુલ ક્યાં? એ તો હજુ આવ્યો જ નથી. તો મોંઘેરા મહેમાન એ ગણાય. અરે મનોજ રાહુલ ક્યાં છે?"મનોજે કહ્યું; "ખબર