નિતુ : ૧૧૪ (મુલાકાત)વિદ્યા અંગે નિતુએ હરેશને બધી વાત કરી અને બંનેએ કંઈક નક્કી કર્યું. ઓફિસમાં સવારથી વિદ્યા અને કરુણા બંને એની રાહ જોઈને બેઠી હતી.કરુણા મનોમન નિતુ નિકુંજને મનાવવામાં સફળ થાય એ માટે પ્રાર્થના કરી રહી હતી. સામે વિદ્યા મનમાં અમાપ ગુસ્સો ભરી તેને નજરબંધી બનાવી નિતુની રાહે હતી. બે દિવસથી ઓફિસમાં એની ગેરહાજરી હતી. સવારથી એને ફોન પણ નહોતો લાગતો. વિદ્યાથી આ સહન નહોતું થતું. એના ન હોવાથી એ ધૂંવા પૂંવા થઈ રહી હતી.સવારની સાંજ થવા આવી, નિતુના ન તો કોઈ સમાચાર હતા કે ના કોઈ સંપર્ક. સાંજ સુધી વિદ્યાએ કરુણાને મિટિંગ રૂમમાં બેસારી રાખી. કરુણા એના મનમાં