ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. ... "તારે સાંજ સુધીમાં 2 કરોડ રૂપિયા કમાવા છે?" શંકર રાવે એની વાત કાપતા ધડાકો કર્યો, અને ફુલચંદ સ્તબ્ધ થઈ ગયો. "તારી પાસે હવે 2 કરોડ ક્યાં છે? મને મૂર્ખ બનાવવાની કોશિશ રહેવા દે. તારો સમય પૂરો થઈ ગયો છે." ફૂલચંદે કડકાઈથી કહ્યું. "છે, માત્ર 2 કરોડ નહીં, એનાથી દશ ગણા છે અને એય રોકડા. તને શું લાગ્યું કે હું ખાલી મારા ઘરે કે ઓફિસમાં જ કેશ રાખતો હઈશ, આ આજે જે પરિસ્થિતિ ઉભી થઇ એની આગમચેતી મેં નહિ રાખી હોય એવો મૂર્ખ તું મને