નિલક્રિષ્ના - ભાગ 21

  • 146

આગળ ચાલતા એક સ્ત્રીનાં રુદનનો અવાજ આવી રહ્યો હતો.પરંતુ હું જાણતી હતી કે, "વૃજા ઢોંગ કરીને જ મને એનાં તરફ ખેંચી શકશે. બાકી એ મને એમ પોતાના હાથમાં પકડી નહીં શકે." આમ વિચારી મેં એ તરફ જવાનું જ ટાળ્યું.તે તરફ જવાનું તો મેં ટાળ્યું,પરંતુ વૃજા રાક્ષસીના પવનમહેલમાંથી ધરાને બહાર કેમ કાઢવી એ પણ મારાં માટે વિચારવાનો વિષય હતો.    વૃજાનાં આવાં રુદનથી મને ખબર તો પડી ગઈ કે,"આ જ પવનમહેલ છે." એ મારાં માટે પલ્સ પોઈન્ટ બની ગયો.મહેલની દિવાલે કાન દઈને સાંભળ્યું તો અંદરનાં સભાખંડમાંથી વૃજાનો અવાજ આવી રહ્યો હતો કે,    "તોતિંગ પક્ષી વાવ્ય સમૃદ્ધમાંથી જે સ્ત્રીને લઈને આવ્યો