આમ તો કોઈની વસ્તુ ન માગવાનું કે કોઈ આપે તો ન લેવાનું એને ઘેરથી શીખવવામાં આવ્યું હતું પણ એણે ક્યાં છત્રી માગી? ખાલી જોઈ. જોતાં જ એની નજર એ ભૂરી છત્રી પર ઠરી ગઈ. પહેલી સ્ત્રીની એની ઉપર. એણે ઉપરથી નીચે આ બાલિકાને ધારી ધારીને જોઈ.બિંદિયાનું ફ્રોક હતું તો સરસ ડિઝાઇન વાળું પણ મેલુ, ફાટીને સાંધેલું હતું. પહાડી ખેડૂતની નાની છોકરીને ફેશનની હજી ઇચ્છા ક્યાંથી હોય? ખબર તો આવાં પીકનીકિયાંઓને જોઈ લેટેસ્ટ ફેશનની પણ પડતી હોય.“આ તારા ગળે માળા સરસ છે. એની ઉપર આ એકદમ અણીદાર વસ્તુ શું લટકે છે?” પહેલી સ્ત્રીએ બિંદિયાની માળા પરનાં લોકેટ પર હાથ ફેરવતાં પૂછ્યું.“એ