લવ યુ યાર - ભાગ 90

  • 198
  • 80

અને જેટલો ગુસ્સો લવના પેલા શબ્દો ઉપર હતો એટલો બધો જ ગુસ્સો જૂહીએ ફોન ઉપર કાઢ્યો અને ફોન બેડની નીચે પછાડીને મૂકી દીધો અને બબડતાં બબડતાં સૂઈ જવાનો તે નિરર્થક પ્રયત્ન કરતી રહી...અને મનમાં બોલી, મને શું ખબર.."મને ન ખ્યાલ હોય ને કે એને વિડીયો કોલ ચાલતો હશે... અને વચ્ચે મારો ફોન ઉપાડી ન લેવાય અને પાછો મને ખખડાવે છે..હં.‌.સ્ટુપીડ.." હવે સવારે વહેલા ઉઠવાનું છે તેમ વિચારતી વિચારતી તે સૂઈ ગઈ...દરરોજ કરતાં આજે સવારે તે થોડી વહેલી જ 6.30 વાગ્યે ઉઠી ગઈ અને ફટાફટ જલ્દી જલ્દી તૈયાર થઈને લવસરને ફોન કરી દઉં એટલે આપણો કંઈ ફોલ્ટ ન નીકળે તેમ વિચારવા લાગી....જૂહીએ