ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.3

  • 244
  • 98

“મને માફ કરજે પણ હું તારી સાથે લગ્ન નથી કરવા માંગતી.” જીદ બોલી.“મતલબ!” વિનય ગુસ્સે થઇ રહ્યોં હતો.“મતલબ હું તને અત્યારે નય સમજાવી શકું.” જીદ બોલી.“પણ તને અચાનક શું થયું?” માહી પણ તેમની સાથે હતી.“બસ એમજ.” જીદ બોલી.“હજું તમે મળ્યાં એનો એક મહીનો જ થયો છે અને તારો લવ પૂરો થઈ ગયો?” માહી બોલી.“ના...!” ઉતાવળે જીદના મોંઢામાંથી એક શબ્દ સરકી પડ્યો. તેની સાથે જ તેની આંખમાંથી એક આસું પણ સરકી પડ્યું અને એકદમ કંપનીબાગથી નીકળીને રસ્તા પાસે જઈને થોભી ગઈ. તેના પાછળ જોયું. વિનય અને માહી તેને જ જોઈ રહ્યાં હતાં. જીદે લાંબો શ્વાસ લીધો. એ જ સમયે અચાનક એક