“આ આદમ જેવું પણ નામ હોય ખરું!” રોમ હસ્તો-હસ્તો બોલ્યો. “કેમ નામ તો ગમે તેવા હોય શકે. તો આદમમાં શું વાંધો છે?” વિનય બોલ્યો.“ના મને કંઈ વાંધો નથી. વાંધો તો એને છે. (હસીને) તેનું નામ મારા હાથમાં રહેલાં કાગળમાં છે એટલે.” રોમ હસવા લાગ્યો.“એ કાગળ નથી. અરેસ્ટવોરંટ છે.” વિનય બોલ્યો. “અરેસ્ટવોરંટ કાગળનો કહેવાય?” “આમાં શું સમજવું. આપણે કાયદાના રક્ષક જ વોરંટની કદર નય કરીએ. તો બીજા લોકો શું કરે ખાંક.” વિનય રોમને સમજાવતો બોલ્યો.“એ વાત પણ છે નય! ચાલ ભાઈ કાગળ. આજથી તારું નામ અરેસ્ટવોરંટ.” રોમ કાગળને જમણા હાથની આંગળીથી ફટકારીને બોલ્યો.લાંબો નિઃશાસો છોડીને વિનય બોલ્યો. “તું નય સુધર.”“હા જાણે તું સુધરી ગયો