“કેસે હુઆ યે સબ! હમારી કંપનીમેં સે હી કિસીને ઇન્ફોર્મેશન દી હે. ક્યાં તુમ બતા શકતી હો કોન હે વો?” શ્રેયા સામે કંપનીનો માલિક એટલે કે જ્યોર્જ ઉભા રહીને પ્રશ્ન કર્યો. “મેં! કુછ સમજી નહીં. મેં કેસે બતા શકતી હૂઁ.” શ્રેયા ગભરાઈ ગઈ હતી. તેના હાથમાં એક ફાઇલ હતી. હાથ ધ્રુજી રહ્યાં હતાં. શ્રેયા અને જ્યોર્જ એક હોટેલના રૂમમાં ઉભા હતા. જોકે, શ્રેયાને જ્યોર્જથી કોઈ ખતરો નોંહતો પરંતુ, તેનો પાર્ટનર ખુબજ ખતરનાક માણસ હતો. એ જ સમયે કોઈ માણસે હોટલના રૂમનું બારણું ખખડાવ્યું. જ્યોર્જને પણ પરસેવો વળી ગયો. બંને આખા ધ્રુજી રહ્યાં હતાં. શ્રેયાએ જ્યોર્જ તરફ જોયું અને બારણું ખોલવાનો ઇશારો