ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.3

“જીદ... જીદ... ક્યાં સપનામાં ખોવાઈ ગઈ.”એકા-એક માહીનો અવાજ સાંભળી જીદ ઉભી થઈ અને આંખો ચોળતા-ચોળતા બોલી. “આજે તો છુટ્ટીનો દિવસ છે ને!”“હા પણ એ છુટ્ટીના દિવસે જ તું કોઈને મળવા જવાની છે. તને યાદ તો છે ને.” માહીની વાત સાંભળતા જ જીદ બોલી. “અરે...હા! હું એતો ભૂલી જ ગઈ.” પછી પોતાના બેડ પર જ બેઠી થઈ.“હા તો મેડમ આજે ક્યાં કપડાં પહેરીને જવાનો ઈરાદો છે?” માહી બોલી.“આજે...” બોલીને જીદ વિચારવા લાગી.જીદે જાણે કપડાંની પસંદગી ન કરી હોય તેવું લાગતા માહી જીદને ચિડાવવા બોલી. “એક કામ કર આપણા ઓફિસનો યુનિફોર્મ પેહરી જા!”જીદ ખોટો ગુસ્સો બતાવતી પોતાનું નાક ફુલાવી રહી હતી અને