ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.2

“માહી તને લાગે છે કે, જંગલમાં આટલે દુર પણ કોઈ મંદિર હશે.” જીદ ચાલતા-ચાલતાં જ બોલી રહી છે. “હવે ખબર પડી કે તે નાની છોકરી એ છોકરાને કેમ ડરાવી રહીં હતી. એની મમ્મી તો શું! મારી મમ્મી પણ મારે.” માહી બોલી.લગભગ પંદર મિનિટ ચાલ્યાબાદ થોડી દુર એક મંદિરની ટોચ (શિખર) દેખાવા લાગી હતી. માહી જીદ તરફ ખુશીથી જોઈને તે ટોચ તરફ ઈશારો કર્યો. તે બંનેની ચાલવાની ઝડપ વધી ગઈ. મંદિર સુધી પહોંચતા તો બંને પરસેવો-પરસેવો થઈ ગઈ. આકાશમાં રહેલા વાદળોના લીધે તેમને વધુ બાફ થઈ રહ્યો હતો. માહી તે મંદિરને જોઈને ડરી રહી હતી. તે મંદિર ફરતે કિલ્લા જેવી ઉંચી દિવાલ ફરતે